મરણ – Gujarati Poetry

મહાકાળને ચરણ શરણ,
ત્યાં સુધી છે વ્યર્થ ભ્રમણ.

જીવનું શિવને પૂર્ણ સમર્પણ,
ત્યાં સુધી બસ એ જ ભ્રમણ.

કાલાન્તકને કાયા સમર્પિત,
સઘળી ગતિનું એ જ કરણ.

રુદ્ર સમક્ષ કર્મો તર્પણ,
મુમુક્ષાઓનું એ મંગલાચરણ.

મહાદેવ-મુજ સત્વ મિલન,
મારે મન બસ એ જ મરણ.

* કરણ = હેતુ, મુમુક્ષાઓ = મોક્ષની ઈચ્છા, મંગલાચરણ = શરૂઆત

    Some links on this page are affiliate links. If you buy through them, this site may earn a commission at no extra cost to you.