તું – Gujarati Poetry

તું જ આશ, તું જ શ્વાસ;

ભીતર છતાં તું આસપાસ.

મનનો સમુદ્ર ઊંડો ઘણો,

ઊંડાઈનો ક્યાં કોઈ ક્યાસ?

કદી રાધા હું; કદી કૃષ્ણ તું,

સદીઓથી આપણ રચીએ રાસ.

માગું તને; ચાહું તને,

ક્ષુધા તું ને તું જ પ્યાસ.

તારું જ ગ્રહણ; તને જ અર્પણ,

મુજ આશા, આસ્થા ને વિશ્વાસ.

તું જ આશ, તું જ શ્વાસ;

ભીતર છતાં તું આસપાસ.

*આશ= આશા, ક્યાસ= અંદાજ

    Some links on this page are affiliate links. If you buy through them, this site may earn a commission at no extra cost to you.