આકાંક્ષા – Gujarati Poetry

ઊઘડી સવાર ને ચમકી છે આશા.

ઝરતાં એ ઘનબિંદુ મધ્યમ રવ મર્મર

પૃથ્વી પર વેરતો અમૃતબિંદુ મધુકર

આકાશી સાગરના ધસતા કિનારા

ઊંચેરા વધતાં એ વાદળી મિનારા

કિરણોથી વધતી રતુમડી શી આશા

કહેતી આ મુજને પોકારી આકાંક્ષા

ઘટતાં જતાં હવે નિશીના ઓછાયા

વધતાં જતાં ધીમે સ્વર્ણિમ પડછાયા

સોનેરી કળીઓમાં જીવન એ નાનું શુ

સાંજે એ કરમાશે કેમ કરી માનું હું?

સાંજને શું કરવી જીવો સવાર નિર્ભય

ના બન્યું, ના બનશે જીવન કદી પરાજય

કહી રહી છે આ જ વાત સૈંકડો એ ભાષા

ઊઘડી સવાર ને ચમકી છે આશા.

Filed under gujarati-poetry

Comments

    Comments are closed while the form is being configured.