Shu Karvanu – કરવાનું શું? | ગુજરાતી કવિતા

Read emotional Poetry in Gujarati this week.

તારા નામથી ભરેલ મનનો ઓરડો મહેકે છે;
પણ, ખોલવાની મનાઈ-
કરવાનું શું?

તારા શબ્દોનાં ગોળનો ગાંગડો પીગળે છે;
પણ, ચાખવાની મનાઈ-
કરવાનું શું?

તારી યાદોની કામળી હૂંફાળી બહુ;
પણ, ઓઢવાની મનાઈ-
કરવાનું શું?

તારી આંગળીઓનાં આંકડા ખુબ સુંવાળા;
પણ ભીડવાની મનાઈ-
કરવાનું શું?

શ્વાસનાં તાંતણે બંધાઈ તું સતત આવે-જાય;
પણ, અડકવાની મનાઈ-
કરવાનું શું?

તારો અભાવ રોજ ધીમું મારે છે;
પણ, સામટું મરવાની મનાઈ-
કરવાનું શું?

Keep reading more Poetry in Gujarati by Swati.