જૂની તિજોરીનું એક ખાનું – Gujarati Poetry

It’s been a while since I added new poetry to the collection. Read Gujarati Poem this week.
તને સંગ્રહીને બેઠું છે જૂની તિજોરીનું એક ખાનું,
યાદોની કિતાબનું તું જાણે વાળી રાખેલું એક પાનું!
ઢગલો પડ્યા છે કારણો હસવા-રડવાનાં;
પેટી ભરીને કિસ્સાઓ તને અહીં મળવાનાં –
પણ,
એમાં સૌથી વ્હાલું મને તારા ઝુરાપાનું બહાનું!
તને સંગ્રહીને બેઠું છે…
“તું નથી જ” એવું ઘૂંટી રાખેલી મનની દીવાલ પર;
નિત-નવા રંગો ધોળાયા કરે છે –
તોયે,
લગીરે તું ઝાંખો પડે તો હું માનું!
તને સંગ્રહીને બેઠું છે…
છે તું સરળ, તો તારી યાદો કેમ જીદ્દી છે?
ભીંસીને પૂરેલી સ્મૃતિઓનાં ઓરડામાં –
એ,
કરી જ જાય છે ડોકિયું છાનું!
તને સંગ્રહીને બેઠું છે…
જવલ્લે જ ખુલતી યાદોની કિતાબમાં;
વીતી ગયેલા સમયનાં સળોની વચ્ચે –
તું,
હજીએ મહેક્યા કરે છે મજાનું!
કેમકે, તને સંગ્રહીને બેઠું છે જૂની તિજોરીનું એક ખાનું,
યાદોની કિતાબનું તું જાણે વાળી રાખેલું એક પાનું!
Read something more about Gujarati poets.