મૂડ નથી! – Gujarati Poetry

આજના પોરીયા તોબા જેવા, કે’તા મોં મચકોડી-
આજે મૂડ નથી, સાવ મૂડ નથી!!

કે’તી મમ્મી, મોલમાં જઈને-
લાવ લોટ, ખાંડ ને પાંવ
પણ,
મૂડ નથી, મમ્મી મૂડ નથી!!

સ્માર્ટ ફોન ખોલે સ્કૂલમાં જઈને-
રમે “ઈન્સ્ટાગ્રામ” નાં દાવ
તોયે,
મૂડ નથી, હજી મૂડ નથી!!

પપ્પા બિચારા, ટિફિન જમે ને-
તમે પિઝા-પાસ્તા ખાવ
અને
મૂડ નથી, હજી મૂડ નથી??

રઝળે – ભટકે મિત્રો લઈને,
માંદો થાતો ઘેર આવીને,
એને ચઢતો ટાઢીયો તાવ
એ’લા મૂડ નથી!
તને મૂડ નથી?

Filed under gujarati-poetry

Comments

    Comments are closed while the form is being configured.