આવી પરીક્ષાની સીઝન – Gujarati Poetry | Akshit Kargathara

પરીક્ષા,પરીક્ષા,પરીક્ષા

હવે આવી રહી આ પરીક્ષાની સીઝન,

ઉનાળો, શિયાળો કે ચાહે આવે ચોમાસું,

સાથે લાવે પરીક્ષા!

હવે આવ્યો પરીક્ષાનો વારો,

પરીક્ષાની સીઝનમાં, પરીક્ષાનો મારો;

વિદ્યાર્થીની મહેનત, ને પુસ્તકોની શિક્ષા

લાવે ધાર્યું એ રીઝલ્ટ, પણ વચ્ચે આવે પરીક્ષા!

પ્રથમ પરીક્ષા, દ્વિતિય  પરીક્ષા, વાર્ષિક પરીક્ષા,

જ્યાં જુઓ ત્યાં પરીક્ષા, પરીક્ષા, પરીક્ષા!

વિદ્યાર્થિઓ કરે રાત-દિન મહેનત,

સામે જોઈ પરીક્ષા!

ટ્યૂશન ને સ્કૂલોની ટેસ્ટમાં છે જહેમત

નાની નાની ટેસ્ટ બનતી મોટી પરીક્ષા..

હાય આ પરીક્ષા,પરીક્ષા.

વિદ્યાર્થિઓ કહે,”શું અમારે જ સતત,

દીધા કરવાની પરીક્ષા?

શિક્ષક જો એક ન ભણાવે વિષયો બધા તો,

વિદ્યાર્થી એકલો કેમ આપે બધાં વિષયોની પરીક્ષા?

કરજો થોડી સમીક્ષા!

પરીક્ષા, પરીક્ષા આ આવી પરીક્ષા!

Filed under gujarati-poetry

Comments

    Comments are closed while the form is being configured.