“તરસ” – Gujarati Poetry

તરસી નજરોથી વાદળો ચૂસાય છે
ક્રીડા હેતુ ક્યાંક વળી તળાવો ભરાય છે.

હાજર છે જીભ ફક્ત અધર ભીના કરવાને;
ભટકે છે જીવ જ્યાં એક ખાડો પુરવાને,
તો, અહીં જ વળી સોમરસ થી મહેફિલો છલકાય છે
તરસી નજરોથી…

ધીમે-ધીમે, હાડ-ચામ એક થતાં જાય છે;
છેલ્લે પછી ચર્મના બજારો ભરાય છે,
આખું અસ્તિત્વ ધૂળનાં ભાવે વેંચાય છે
તરસી નજરોથી…

ભૂખ્યું-તરસ્યું ,વેંચાયેલું અસ્તિત્વ;
જીવન આખું બસ કાંટે તોળાય છે,
ત્યારે-
ચૂસાયેલા વાદળો આંખોથી વહી જાય છે!
તરસી નજરોથી …

    Some links on this page are affiliate links. If you buy through them, this site may earn a commission at no extra cost to you.