આખો સંગ્રહ PDF માં — ચિત્ર વાર્તાઓ સાથે:

હિતોપદેશ અને જાતક કથાઓ – ગુજરાતી PDF

હિતોપદેશ અને જાતકની 5 વાર્તાઓ, એક જ સંગ્રહમાં

હિતોપદેશ અને જાતક કથાઓ પંચતંત્ર જેટલી જ જૂની છે, અને એટલી જ સીધી — પ્રાણીઓની વાર્તા દ્વારા બાળકને સાચું-ખોટું સમજાવે છે. અહીં 5 વાર્તાઓ એક જ પાને મૂકી છે — બાળક સાથે વાંચવા માટે, અથવા Save PDF દબાવીને છાપીને સાચવવા માટે.

આંધળું ગીધ – Kid’s Story [Hitopdesh Katha]

It’s time for one more short story for kids.

હુ વર્ષો પહેલા, એક ટેકરીની નીચે તળેટીમાં એક ગાઢ જંગલ હતું. આ જંગલની વચ્ચેથી પાણીથી છલોછલ ભરેલી એક નદી પસાર થતી હતી અને આ સુંદર મજાની નદીનાં કાંઠે ઘણાં જ વૃક્ષો હતા. જેમાં એક વિશાળ પીપળાનું વૃક્ષ પણ હતું. આ પીપળાનાં ઝાડ પર ચકલી, પોપટ, કાબર, કોયલ, હોલા, ટુકટુક અને દૈયડ એમ કેટકેટલા પક્ષીઓ રહેતા હતા. એક દિવસની વાત છે, એક આંધળુ ગીધ આ વૃક્ષની બખોલમાં રહેવા આવ્યું. ગીધ વૃદ્ધ થઇ ગયું હોવાથી પોતાના માટે ખોરાક શોધવા જઈ શકે તેમ ન હતું. વૃક્ષ પર રહેતા બીજા ભલા પક્ષીઓએ આ જોયું અને તેમણે આ દુર્બળ, આંધળા ગીધને આશરો આપવાનું નક્કી કર્યું.

તેઓ પોતાનાં માટે જે ખોરાક લાવતા તેમાંથી એક ભાગ ગીધને પણ આપતા. દયાળુ પક્ષીઓનો આવો સહકાર જોઈ ગીધ મનમાં ને મનમાં તેમનો આભાર માનતું. તેને વિચાર આવ્યો કે, “આ પક્ષીઓ મારા પ્રત્યે કેટલી મમતા રાખે છે, મારું કેટલું ધ્યાન રાખે છે! તેઓ ખોરાકની શોધમાં જાય, ત્યારે તેમનાં બચ્ચાં ઘેર એકલા જ હોય છે. તો, એમણે કરેલી ભલાઈનાં બદલામાં મારી પણ કંઇક ફરજ છે. હવેથી બચ્ચાં ઘરે એકલા હશે ત્યારે હું તેમનું રક્ષણ કરીશ.”

આંધળા ગીધે પોતાનાં મનની આ વાત બીજા પક્ષીઓને કહી. તેઓ બધા સહમત થઇ ગયા અને હવેથી જયારે તેઓ ખોરાકની શોધમાં બહાર જતા ત્યારે, ગીધ તેમનાં બચ્ચાઓનું ધ્યાન રાખતું. આમ, સૌ રાજી-ખુશીથી રહેવા લાગ્યા.

પરંતુ, જેમ બધા દિવસો એકસમાન નથી રહેતા તેમ, એક દિવસ એક બિલાડી આ પીપળાનાં વૃક્ષ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે, તેણે પક્ષીનાં નાના બચ્ચાઓનો કિલકિલાટ સાંભળ્યો. બીલાડીનાં આનંદનો તો પાર ન રહ્યો. તેણે વિચાર્યું, “અરે, આજે તો ઉજાણી થઇ જશે. પક્ષીનાં નાના-નાના શાવકો બસ એક કુદકો મારું એટલે હાથવેંતમાં જ છે.”

બિલાડીને તેમનાં તરફ આવતી જોઈ બચ્ચાઓએ શોરબકોર કરી મુક્યો.

ચાલક બિલાડી પીપળાના વૃક્ષની બખોલ નજીક આવે છે

આ સાંભળી આંધળું ગીધ સતર્ક થઇ ગયું અને ઉંચે અવાજે બોલ્યું, “કોણ છે ત્યાં?”

બિલાડીએ જોયું કે અરે આ તો ગીધ, હમણાં ને હમણાં જ મારું તો રામ નામ સત્ય થઇ જશે!

પરંતુ, બિલાડીની તો જાત જ ચાલક, તેણે જોયું કે ગીધ તો આંધળુ છે એટલે પોતાનાં અવાજમાં ચાસણી જેવી મીઠાશ ઘોળતા બોલી, “અરે ગીધભાઈ, હું તો આપને જ મળવા આવી છું.”

ગીધે પૂછ્યું, “તું કોણ છે?”

તો, બિલાડી બોલી, “હું એક બિલાડી છું અને નદીનાં સામે કાંઠે રહું છું. મેં તમારા ઉદાર સ્વભાવ વિશે ઘણું સાંભળ્યું છે.”

આંધળા ગીધને જેવી ખબર પડી કે તે એક બિલાડી છે, તેણે બિલાડીને ત્યાંથી જતા રહેવા જણાવ્યું.

પરંતુ, લુચ્ચી બિલાડીની નજર તો પક્ષીઓનાં કોમળ બચ્ચાઓ પર જ હતી એટલે તે ભોળી બનતા બોલી, “ગીધભાઈ, હું એક બિલાડી છું એટલે મને અહીંથી ભગાડો છો ને? પણ, તમે તો સમજદાર પક્ષીરાજ ગીધ છો. મને મારી વાત રજુ કરવાનો એક મોકો પણ નહીં આપો?”

આટલું સાંભળી ગીધને થયું કે બિલાડીને તેની વાત કહેવાની એક તક તો આપવી જોઈએ. બસ, બિલાડીને તો આટલું જ જોઈતું હતું.

શાણી બિલાડી કહે, “મેં પહેલા કહ્યું તેમ હું નદીનાં સામેનાં કાંઠા પર રહું છું. હું દરરોજ નદીમાં ડૂબકી લગાવી, પૂજાપાઠ કરું છું અને ગીધભાઈ, હું માંસને તો અડકતી પણ નથી. હું મારા પાપોનું પ્રાયશ્ચિત કરી રહી છું એટલે ઠેકઠેકાણે સાધુ-સંતોને મળીને જ્ઞાન મેળવી રહી છું. મેં તમારા વિશે બહુ સાંભળેલું હોવાથી, અહીં હું આપની શિષ્ય બનવા આવી છું આથી, આપ મને અહીં રહી તમારી સેવા કરવા દો.”

ગીધને હજી વિશ્વાસ નહોતો આવી રહ્યો. તેણે બિલાડીને કહ્યું, “હું તારી વાત શા માટે માનું? તું એક માંસાહારી પ્રાણી છે અને અહીં પક્ષીઓનાં નાના નાના બચ્ચાઓ રહે છે એટલે તું અહીંથી જતી રહે નહીં તો, હું તને મારી નાખીશ.”

બિલાડી તો હતી જ યુક્તિબાજ તે તરત બોલી, “મને લાગે છે કે, મેં આપના વિશે જે વાત સાંભળેલી એ સાચી નથી. મને તો નદીની પેલે પારનાં પક્ષીઓએ કહેલું કે, તમે એક દયાળુ, જ્ઞાની અને ઉદાર પક્ષી છો પરંતુ, તમે તો મારા જેવી તુચ્છ બિલાડીને મારવા તૈયાર થઇ ગયા છો. તમે જો ખરેખર જ્ઞાની હોત તો, તમને ખબર હોત કે મહેમાન તો ભગવાનનું રૂપ હોય છે.”

ગીધને પોતાની વાતમાં આવતું જોઈ બિલાડી આગળ બોલી, “તમને મારી વાતનો ભરોસો નથી? મેં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે અને તેમાંથી હું શીખી છું કે કોઈને મારવું એ ઘોર પાપ છે. મને ભગવાને ફળ-ફૂલથી ભરપુર આખું જંગલ આપ્યું છે તો, હું પક્ષીઓને મારીને પાપની ભાગીદાર શા માટે બનું?”

વૃદ્ધ, આંધળું ગીધ તો બિલાડીની વાત માની ગયું અને તેણે બિલાડીને પોતાની સાથે ઝાડની બખોલમાં રહેવાની છૂટ આપી દીધી. જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા એમ બિલાડી તો એક પછી એક પક્ષીનાં બચ્ચાઓને ખાવા લાગી. આંધળું ગીધ તો આ વાતથી સાવ જ અજાણ!

બીજી બાજુ, પક્ષીઓનાં ધ્યાનમાં આવ્યું કે ધીમે ધીમે કરીને એમનાં બચ્ચાં ગુમ થઇ રહ્યા છે. તેમણે શાવકોની શોધખોળ ચાલુ કરી. અહીં બિલાડીને લાગ્યું કે હવે જલ્દી જ તેનો ભેદ ખુલી જશે અને જો એમ થાય તો પક્ષીઓ તેને નહીં છોડે. આમ વિચારી એ તો એક દિવસ ચુપચાપ ત્યાંથી નાસી ગઈ. ઘણાં સમય સુધી બચ્ચાઓની કંઈ ભાળ ન મળતા, પક્ષીઓએ આ વિશે આંધળા ગીધને પૂછવાનું નક્કી કર્યું.

બપોરનો સમય હતો એટલે આંધળુ ગીધ તો બખોલ પાસેની એક ડાળ પર આરામ કરી રહ્યું હતું. બધા પક્ષીઓ ત્યાં આવ્યા. પક્ષીઓની નજર જ્યાં ગીધની બખોલમાં પડી, ત્યાં તો બચ્ચાઓનાં હાડકાં! દુષ્ટ બિલાડીએ પક્ષીઓનાં બચ્ચાઓને ખાઈ અને એમનાં હાડકાં આ બિચારા ગીધની બખોલમાં નાખી દીધેલા.

પક્ષીઓએ આ હાડકાં જોયા અને તેમનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો. તેમણે વિચાર્યું, “આ આંધળું ગીધ જ આપણા માસુમ બચ્ચાઓને ખાઈ ગયું છે, એને છોડીશું નહીં.”

ગીધ એમને કંઈ સમજાવે એ પહેલા તો, ક્રોધે ભરાયેલા પક્ષીઓએ નિર્દોષ એવા ભલા આંધળા ગીધ પર હુમલો કરી દીધી. આટલા બધા પક્ષીઓની ચાંચો વાગવાથી છેવટે ગીધ મરી ગયું.

તો આમ, એક દુષ્ટ બીલાડીનાં કારણે વૃદ્ધ, આંધળા ગીધનાં રામ રમી ગયા!

બોધ

અજાણી વ્યક્તિ પર કે લુચ્ચા લોકો પર આંખ બંધ કરીને ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. દગાબાજ લોકો સાધુ કે મિત્રનો ભલો વેશ ધારણ કરીને પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે!

વધુ મનોરંજક ગુજરાતી બાળવાર્તાઓ વાંચવા અહીં ક્લિક કરો.

આ વાર્તા અલગ પાને વાંચો →

લાલચુ શિયાળ – Kid’s Story [Hitopdesh Katha]

Love reading animal stories? Go on with new Gujarati Hitopdesh Katha this week!

ક સમયની વાત છે. એક જંગલની નજીક એક નાનકડું ગામ હતું. એ ગામમાં, એક શિકારી રહેતો હતો. જંગલ તો ભાત-ભાતનાં અનેક પશુ-પક્ષીઓનું ઘર હતું.શિકારી આ પશુ-પક્ષીઓને મારીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.

એક સવારે શિકારી જંગલમાં શિકારની શોધમાં નીકળ્યો. નસીબ જાણે તેનો સાથ આપતું હોય એમ; બપોર સુધી ભટક્યા પછી તેને એક હરણ દેખાયું. શિકારીએ જરા પણ વાર લગાડ્યા વિના, એ હરણને પોતાનાં તીર વડે વીંધી નાખ્યું.

આટલો સારો શિકાર હાથ લાગતા શિકારી તો ખુશખુશાલ થઇ ગયો. અને એ હરણને ખભા પર મૂકી, ગામ તરફ ચાલવા લાગ્યો.

રસ્તામાં, તેને એક હૃષ્ટ-પુષ્ટ જંગલી સુવર દેખાયું.આ જોઈ શિકારીની ખુશીનો તો પાર ન રહ્યો. તેણે વિચાર્યું, “ ઉપરવાળો આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે! આજે હું આ જંગલી સુવરનો પણ શિકાર કરી લઉં તો, મારે દિવસો સુધી શાંતિ અને ગરમીમાં રઝળપાટ કરવાનું મટે!”

જલ્દીથી ખભા પરનાં હરણને જમીન પર મૂકી, તેણે સુવર તરફ નિશાન લઈને એક તીર છોડ્યું. એક મોટી ચિચિયારી પાડતું સુવર, શિકારી તરફ હુમલો કરવા ધસ્યું. હતી એટલી તાકાત એકઠી કરી સુવરે તો શિકારીનાં પેટમાં પોતાનાં લાંબા, તીક્ષ્ણ દાંત ખોંસી દીધા. ટક્કર એટલી ભયંકર હતી કે, શિકારીનો જીવ ત્યાંને ત્યાં જ નીકળી ગયો. સુવરને પણ શિકારીનું તીર વાગ્યું હોવાથી,ખરાબ રીતે ઘાયલ થઇ ગયેલું સુવર ત્યાં જ ઢળી પડ્યું.

જંગલમાં હરણ અને શિકારી પર ધસી આવતા જંગલી સુવરનું પરંપરાગત જળરંગ ચિત્ર

હવે, શિકારી અને સુવર વચ્ચેની આ અથડામણ દરમિયાન એક સાપ ત્યાંથી પસાર થઇ રહ્યો હતો.

એ ઝડપથી સરકીને ત્યાંથી ભાગવા લાગ્યો પણ, એનું નસીબ જ ખરાબ કે શિકારી અને સુવર બંને લડતા લડતા એના તરફ આવ્યા અને હજી બિચારો પોતાને બચાવવા માટે કંઈ કરી શકે એ પહેલા તો એમનાં પગ નીચે કચડાઈ અને મરી ગયો.

થોડો સમય વીત્યો હશે ત્યાં, ખોરાકની શોધમાં ભટકી રહેલું એક શિયાળ ત્યાંથી પસાર થયું. અને આ શું? એ જુએ છે ત્યાં તો, એક હરણ, એક માણસ, એક જંગલી સુવર અને એક સાપ – બધા એક જ જગ્યાએ અને એ પણ મૃત! શિયાળ તો જાણે ખુશીથી નાચી ઉઠ્યું.

શિયાળ તો મનમાં ને મનમાં વિચારવા લાગ્યું, “અરે વાહ! ખરી મિજબાની થઇ જશે આજે તો. આમ પણ હું બીજા પ્રાણીઓએ છોડી દીધેલો એઠો શિકાર ખાઈ ખાઈને કંટાળી ગયું છું.

આટલું બધું ભોજન અને એ પણ એક જ જગ્યાએ! લાગે છે કે આજે આ ખજાનો ભગવાને મારા માટે જ મોકલ્યો છે. હું કોઈ આલતુ-ફાલતુ પ્રાણી નથી પણ, શાણું શિયાળ છું શિયાળ એટલે, નસીબથી મળેલી આ ભેંટને બીલકુલ જ વેડફીશ નહીં.

જંગલમાં ધનુષ્યની દોરી અને તીર પર ચોંટેલું માંસ ખાવા જતા લાલચુ શિયાળનું વોટરકલર ચિત્ર

હું રોજ થોડું થોડું કરીને જ ખાઈશ કે જેથી, આ ભોજન મને દિવસો સુધી ઉપયોગમાં આવશે. વાહ ભાઈ વાહ, આજથી બસ આરામ જ આરામ!!”

આવી રીતે આનંદમાં આવી ગયેલા લોભી શિયાળે પહેલા માંસનો સૌથી નાનો ટુકડો ખાવાનું નક્કી કર્યું. બધા તરફ નજર કરતા જણાયું કે, માંસનો એક નાનકડો ટુકડો તીર પર ચોંટેલો છે. શિયાળે તો તીર ઉઠાવી અને સીધું જ મુક્યું મોમાં! ધાતુનું બનેલું તીર તો એક જ ઝાટકે તેનાં માથાને વીંધતું બહાર નીકળી ગયું. લાલચુ શિયાળ ત્યાં ને ત્યાં જ મરણ પામ્યું.

છેવટે, લાલચ નામનાં એક જ તીર વડે મરણને શરણ થયેલા ચાર પશુ અને એક માણસ જંગલમાં પડેલા હતા!

બોધ

અતિ લોભ એ પાપનું મૂળ છે. જરૂરિયાત કરતા વધારે મેળવવાની અને સંગ્રહ કરવાની લાલચ હંમેશા વિનાશ નોતરે છે.

The End.

Awaiting your comments below. I found this collection of animal stories for you.

આ વાર્તા અલગ પાને વાંચો →

ક્રૂર હાથી અને ચતુર શિયાળ – Kid’s Story [Hitopdesh Katha]

Hello Kids, I have a new elephant story in Gujarati.

ક ખુબ મોટું જંગલ હતું. તેમાં અનેક પ્રકારનાં પ્રાણીઓ વસતા હતા. આ બધાની સાથે જંગલમાં એક હાથી પણ રહેતો હતો. તેનાં માથા પર જાણે ચંદનનું તિલક કર્યું હોય તેવું એક નિશાન હતું, એટલે બધા તેને કર્પૂરતિલક કહીને બોલાવતા હતા.

સામાન્ય રીતે હાથી ખુબ સમજુ અને માયાળુ પ્રાણી છે પરંતુ, કર્પૂરતિલક તો ખુબ ક્રૂર અને ઉદ્દંડ હતો. તે મન-મરજી મુજબ જંગલમાં આમ-તેમ ભટકતો. તેને બીજા પ્રાણીઓની કોઈ દરકાર જ ન હતી. તેને મનમાં આવે ત્યારે કોઈ જ કારણ વિના વૃક્ષો ઉખાડીને ફેંકી દેતો, ડાળીઓ તોડી પાડતો. આવું કરવામાં, તેણે કેટલીએ વખત પક્ષીઓનાં માળા રહેંસી નાખેલા. તેમનાં ઈંડા અને નાના-નાના બચ્ચાઓને પોતાનાં ભારે ભરખમ પગ તળે ચગદી પણ નાખેલા.

કર્પૂરતિલકનાં આ નિર્દય સ્વભાવનાં કારણે, જંગલનાં પશુ-પક્ષીઓ તેનાથી ડરતા હતા. એટલું જ નહીં, સિંહ-વાઘ જેવા પ્રાણીઓ પણ આ ઘાતકી હાથીથી દૂર જ રહેવાનું પસંદ કરતા હતા. એક દિવસ કર્પૂરતિલક મસ્તીભેર જંગલમાં ચાલ્યો જતો હતો ત્યારે, તેણે બેદરકારીથી શિયાળ રહેતા હતા એ બખોલો તોડી નાખી. તેમાં કેટલાએ શિયાળોનાં પરિવાર કચડાઈને મરી ગયા. આ ક્રુરતા જોઈને બધા શિયાળ ખુબ ગુસ્સે ભરાયા.

બીજા બધા પશુ-પક્ષીઓ એમનું દુઃખ વહેંચવા એકઠા થયા. બધાનો એક જ મત હતો કે, આ અભિમાની હાથીને હવે સજા થવી જ જોઈએ. આ વિશાળકાય હાથીને મારી શકવાનું કામ સૌને અશક્ય લાગતું હતું. બધા સાથે મળીને તેનો ઉપાય શું? એ વિચારી રહ્યા હતા ત્યારે, અચાનક એક વૃદ્ધ શિયાળ આગળ આવ્યું અને તેણે કહ્યું, “એ કામ મારા પર છોડી દો. હું તમને સૌને ખાતરી આપું છું કે, હવે પછીથી આ ક્રૂર હાથી આપણને હેરાન નહીં જ કરી શકે. કર્પૂરતિલકે આપણા બાળકોને માર્યા છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે.”

ચતુર વૃદ્ધ શિયાળ જંગલના ઘમંડી હાથી કર્પૂરતિલક સમક્ષ નમ્રતાથી ઝૂકીને રાજા બનવાની વાત કરી રહ્યું છે

એક દિવસ પોતે ઘડેલી યોજના અનુસાર, વૃદ્ધ શિયાળ કર્પૂરતિલક પાસે ગયું અને ઝૂકીને સલામ કરતા બોલ્યું, “મહાન કર્પૂરતિલકજી! આ તુચ્છ શિયાળ તરફ નજર કરવાની કૃપા કરો.” અભિમાનનાં નશામાં હાથીએ ગુસ્સામાં શિયાળ સામે જોઈ, ઉંચે અવાજે પૂછ્યું, “તું કોણ છે અને અહીં કેમ આવ્યો છે?” ચતુર શિયાળે જવાબ આપતા કહ્યું, “હું તો એક મામુલી શિયાળ છું. માલિક! આપ આ જંગલનાં દરેક પ્રાણી કરતા મહાન છો.

આપ કદાવર અને શક્તિશાળી છો એટલું જ નહીં, આપ તો કેટલા દયાળુ છો! આમ, તમારામાં એક રાજાનાં બધા જ ગુણો રહેલા છે. તમારી મહાનતા વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે. આ જ બધી વાતોને ધ્યાનમાં રાખીને, જંગલમાં રહેતા પશુ-પક્ષીઓએ આપને અમારા રાજા બનાવવાનું નક્કી કર્યું છે. હું એમનાં તરફથી અહીં આપને વિનંતી કરવા આવ્યો છું કે, આપ અમારી વાતનો સ્વીકાર કરી, અમારા સૌ પર કૃપા કરો.”

કર્પૂરતિલક તો શિયાળનાં મોઢે પોતાની પ્રશંસા સાંભળી મનમાં ખુબ ખુશ થઇ ગયો. આ જોઈ, શિયાળે વાત આગળ ચલાવતા કહ્યું, “જંગલનાં બધા જ પશુ-પક્ષીઓ આજે થનારા આપના રાજ્યાભિષેકમાં સામેલ થવા માટે ખુબ ઉત્સુક છે. તેઓ સવારથી જ જંગલની વચ્ચે આવેલા તળાવ પાસે એકઠા થવા લાગ્યા છે. તમને પણ થશે કે રાજ્યાભિષેક આજે જ કેમ છે? આટલી ઉતાવળ કેમ? પરંતુ, મહાન, શક્તિશાળી કર્પૂરતિલકજી! આપણા રાજ્યનાં જ્યોતિષે ખાતરીપૂર્વક કહ્યું છે કે, રાજ્યાભિષેક માટેનું શ્રેષ્ઠ મુહુર્ત આજે જ છે. એટલે મારા માલિક! આપણે બિલકુલ સમય વેડફ્યા વિના ત્યાં પહોંચી જવું જોઈએ.”

હાથીને તો શિયાળની વાતમાં પૂરો ભરોસો આવી ગયો. કર્પૂરતિલકને બહુ પહેલાથી જ રાજા બનવાની ઈચ્છા હતી. તેણે વિચાર્યું કે, જો આજે તેનો રાજ્યાભિષેક થઈ જાય તો, જંગલમાં તેનો દબદબો અનેકગણો વધી જાય. બધા જ જાનવરો અને પક્ષીઓમાં તેની ધાક બેસી જાય અને પછી તો બસ એ બધા પર હુકમ ચલાવી શકશે. આ વિચાર આવતા જ એ તો તરત જ શિયાળ સાથે જવા નીકળી પડ્યો. તેઓ રાજ્યાભિષેક માટે નક્કી થયેલી જગ્યા તરફ ચાલવા લાગ્યા. ચતુર શિયાળ ચાલાકીપૂર્વક કર્પૂરતિલકને જંગલમાં આવેલા એક તળાવનાં કિનારે આવેલી કાદવ-કીચડવાળી નરમ જમીન તરફ દોરી ગયું. રાજા બનવાના સપના જોતા હાથીને ખ્યાલ જ ન રહ્યો કે એ ક્યારે તળાવનાં કિનારા પાસે પહોંચી ગયો. શિયાળ તો કદમાં નાનું અને પાછું એકદમ ચપળ એટલે, ઝડપથી ચાલીને એ કાદવવાળી જમીન પાર કરી ગયું. પરંતુ, પોતાની કદાવર કાયા અને ભારે ભરખમ વજનનાં કારણે કર્પૂરતિલકે જેવો એ જમીન પર પગ મુક્યો કે, તરત જ એ કળણમાં ખુંપી ગયો.

અભિમાની હાથી કર્પૂરતિલક કાદવના કળણમાં ફસાઈ રહ્યો છે અને ચતુર શિયાળ શાંતિથી તેને જોઈ રહ્યું છે

તેણે બહાર નીકળવા માટે ખુબ પ્રયત્નો કર્યા પરંતુ, તેનાથી ઉલટાનો એ વધુ અંદર ફસાવા લાગ્યો. હવે તે ડરી ગયો અને મદદ માટે બુમો પાડવા લાગ્યો. કર્પૂરતિલકે શિયાળને બોલાવતા કહ્યું, “મિત્ર, મને આ કળણમાંથી બહાર નીકળવામાં મદદ કર. હું કાદવમાં ડૂબી રહ્યો છું. જલ્દીથી બીજા પશુઓને બોલાવ, તેમને કહે કે ઝડપથી આવી મને બચાવે, નહીં તો એમનાં રાજાનું અહીં જ મૃત્યુ થશે.”

શિયાળે તેને જવાબ આપતા કહ્યું, “ઓ નિર્દય હાથી, તારી મદદ માટે કોઈ જ નહીં આવે. તેં ક્યારેય કોઈ સાથે સારો વ્યવહાર કર્યો નથી. તેં અભિમાનમાં આવી જઈ અમારા ઘર અને બિચારા પક્ષીઓનાં માળાઓ તોડી નાખ્યા અને અમારા ભાઈઓ અને બચ્ચાઓને મારી નાખ્યા. તું બધું જ જાણતો હોવા છતાં, તને કોઈનીએ દયા ન આવી. તારો અંત આવો જ હોવો જોઈએ.”

આટલું કહી શિયાળ ત્યાંથી જતું રહ્યું અને કર્પૂરતિલક મદદ માટે બુમો પાડતો રહ્યો. કહેવાય છે ને કે, ‘આપશો તેવું જ પામશો’, એ ન્યાયે દયાહીન હાથીએ બીજા પ્રાણીઓને જે આપેલું એ જ પામ્યો. અને છેવટે આ ક્રૂર હાથી કળણમાં ખુંપીને મૃત્યુ પામ્યો.

શિયાળે જંગલનાં બીજા પશુ-પક્ષીઓને નિર્દય કર્પૂરતિલક માર્યો ગયો હોવાનાં સમાચાર આપ્યા. બધા ખુશીથી ઝૂમી ઉઠ્યા. તેમણે સાથે મળીને જંગલને ક્રૂર હાથીનાં ત્રાસમાંથી મુક્તિ અપાવવા બદલ ચતુર શિયાળનો આભાર માન્યો.

બોધ

આપશો તેવું જ પામશો (જેવું કરશો તેવું જ પામશો). જે વ્યક્તિ અન્યો પ્રત્યે ક્રૂરતા અને દયાહીન વ્યવહાર કરે છે, તેને અંતે પોતાના જ દુષ્કર્મોનું ફળ ભોગવવું પડે છે.

The End.

How is it? Here is one more elephant story.

આ વાર્તા અલગ પાને વાંચો →

ધોબીનો ગધેડો અને કૂતરો – Kid’s Story [Hitopdesh Katha]

It’s time for fun short stories, kids! Let’s read one more hitopdesh katha.

ક નાના એવા ગામમાં એક ધોબી તેનાં પરિવાર સાથે રહેતો હતો. તેની પાસે એક ગધેડો અને એક કૂતરો પણ હતા. બંને પ્રાણીઓ વર્ષોથી ધોબીની સેવા કરતા હતા. ગધેડો ધોબીને તેનાં કામમાં મદદરૂપ થતો, ધોબી નદીએ કપડા ધોવા માટે લઇ જાય ત્યારે, કપડાનાં પોટલા ઘરેથી નદીએ અને નદીએથી ઘરે ગધેડાની પીઠ પર લાદીને લઇ આવતો. અને કૂતરો તો જાણે તેનો સાથી હોય તેમ, ધોબી જ્યાં જાય તેની પાછળ પાછળ તેનો કૂતરો પણ જાય; ઉપરાંત, એ ઘરનું રક્ષણ પણ કરતો. ધોબીએ આ બંને પ્રાણીઓને રહેવા માટે ઘરનાં આંગણે જ એક છાપરું બાંધી આપેલું. બંને પ્રાણીઓ ખુબ લગનથી પોતાનાં માલિકને કામમાં મદદ કરતા છતાં, ધોબી ક્યારેય પણ તેમની સાથે પ્રેમથી વર્તતો ન હતો.

એક રાત્રે ખૂબ કામ કરીને થાક્યા બાદ, ધોબી અને તેનો પરિવાર ઘસઘસાટ સુઈ ગયા. ગધેડો અને કૂતરો પણ પોતાનાં છાપરા નીચે આરામ કરી રહ્યા હતા ત્યારે, એક ચોર ઘરમાં દાખલ થયો. કૂતરાએ એ જોયું ખરું પરંતુ, એ ભસ્યો નહીં.

આ જોઇને ગધેડાએ કૂતરાને પૂછ્યું, “જો તો ખરો ભાઈ, ચોર ઘરમાં દાખલ થયો છે. તું રાહ શેની જુએ છે? માલિકને જલ્દી જગાડ.”

રાત્રિના સમયે ગામના ઘરમાં ચોર ઘૂસી રહ્યો છે, જ્યારે કૂતરો છાપરા નીચે નિરાંતે બેઠો છે અને ગધેડો આશ્ચર્યથી જોઈ રહ્યો છે

કૂતરાએ જવાબ આપ્યો, “તું તારું કામ કર, તારે મને મારી ફરજ યાદ કરાવવાની જરૂર નથી. માલિકનાં ઘરનું રક્ષણ કેમ કરવું એ મને આવડે છે. વર્ષોથી હું એ કામ કરી રહ્યો છું પણ, તું જાણે છે ને કે માલિકે ક્યારેય મારા કામની કદર કરી નથી. તું જોતો નથી કે, એ છેલ્લા કેટલાક દિવસથી આપણને સારી રીતે ખાવાનું પણ આપતો નથી? જો તેને આપણી કદર ના હોય તો, હું પણ આજે તેની મદદ નહીં કરું. આજે ભલે ચોર બધું લુંટી જતો, માલિકને આપણી કિંમત પછી જ સમજાશે.

ગધેડાને તો આ સંભાળીને આઘાત જ લાગી ગયો. તેણે કૂતરાને ઠપકો આપતા કહ્યું કે, “અત્યારે ફરિયાદ કરવા માટે યોગ્ય સમય નથી, તું જોરથી ભસ એટલે માલિક જાગી જાય.

કૂતરાએ એમ કરવાની ઘસીને ના પાડી દીધી. ગધેડાએ ગુસ્સે થતાં કહ્યું, “અરે મૂરખ, માલિકને તારી સૌથી વધારે જરૂર છે ત્યારે જ તું એમને દગો આપે છે! પણ, હું તારા જેવો નિમકહરામ નથી. હું મારા માલિકનો સાથ આવા મુસીબતનાં સમયમાં નહીં જ છોડું. હું એમને જગાડું છું, તું જો!”

આટલું કહીને ગધેડો તો, જોર-જોરથી ભૂંકવા લાગ્યો.

અડધી રાત્રે ગધેડાને ઊંચા અવાજે ભૂંકતો સાંભળી, ધોબી અને તેનો પરિવાર જાગી ગયા. ચોર તો આ અવાજ સાંભળી; પકડાઈ જવાનાં ડરથી, પહેલા જ ભાગી ગયો હતો. ધોબીએ ઘરની બહાર આવી જોયું તો, આસપાસમાં કોઈ જ નહોતું અને ગધેડો તો હજી કર્કશ અવાજે હોંચી-હોંચી કરી રહ્યો હતો. આ જોઇને, ધોબીનો ગુસ્સો આસમાને પહોંચી ગયો. તેને થયું કે, “આ મૂર્ખ પ્રાણીને આજે તો પાઠ ભણાવવો જ પડશે એટલે, બીજી વખત મારી ઊંઘ બગડતા પહેલા વિચાર કરે.” તેણે એક દંડો લીધો અને માંડ્યો ગધેડાને ઝૂડવા. બિચારો ગધેડો તો માર ખાઈને અધમૂઓ થઇ ગયો. કૂતરો શાંતિથી બેઠા બેઠા આખો તાલ જોઈ રહ્યો. તે મનમાં ને મનમાં બોલ્યો, “મૂઢ પ્રાણી! પોતાનાં કામથી કામ રાખ્યું હોત તો, આ કંઈ થયું ના હોત ને.”

ગુસ્સે થયેલો ધોબી રાત્રે આંગણામાં ગધેડાને દંડાથી બોલાવે છે, અને કૂતરો શાંતિથી પાછળ બેસીને જોઈ રહ્યો છે

બોધ

પોતાના કામ સિવાય બીજાના કામમાં બિનજરૂરી દખલગીરી ન કરવી જોઈએ, નહીંતર ભલાઈ કરવા જતાં સામો દંડ ભોગવવો પડે છે.

The End.

Collecting Hitopdesh Katha books? Check this set of 4 books.

આ વાર્તા અલગ પાને વાંચો →

સોનેરી હંસ – Classic Children Story [A Jatak Katha]

Who is ready for kids story time?

હુ વખત પહેલા, એક સરોવરમાં એક હંસ રહેતો હતો. તમને તો ખબર જ છે કે, હંસ એક ખુબ સુંદર, સોહામણું પક્ષી હોય છે પણ, આ હંસની તો વાત જ કંઇક અનોખી હતી. તેને સુંદર મજાના ચમકતા સોનેરી પીંછા હતા. હંસ રહેતો હતો તે સરોવર પાસે એક ઘર હતું. આ ઘરમાં એક ગરીબ સ્ત્રી તેની બે દીકરીઓ સાથે રહેતી હતી. એ લોકો એટલા બધા ગરીબ હતા કે, તેમને બે વખતનું પુરતું જમવાનું પણ મળી શકતું ન હતું.

ગરીબ સ્ત્રી અને તેની દીકરીઓને ચમકતું સોનેરી પીંછું આપતા સોનેરી હંસનું પરંપરાગત જળરંગ ચિત્ર

સોનેરી હંસને પરિવારની આવી ખરાબ હાલત વિશે જાણ હતી. તેણે વિચાર્યું, “હે ભગવાન, કેટલી મુશ્કેલીમાં જીવે છે આ સ્ત્રી અને તેની દીકરીઓ! તેઓ મારા પાડોશી છે, તેમને મદદ કરવી એ મારો ધર્મ છે. હું જો એમને મારા સોનેરી પીંછામાંથી એક પીંછુ આપું તો, એ સ્ત્રી તેને બજારમાં વેંચીને જે પૈસા મળે તેમાંથી પોતાનું ગુજરાન ચલાવી શકે. આમ કરવાથી એમને બે ટંક ખાવાનું તો મળી જ રહેશે.”

આવી સારી ભાવના સાથે, હંસ ઉડીને એ સ્ત્રીનાં ઘરે ગયો. સોનેરી હંસને પોતાનાં ઘરે આવેલો જોઈ સ્ત્રી બોલી, “હે વ્હાલા હંસ, તું અહીં શા માટે આવ્યો છે? મને કહેતા ખુબ ક્ષોભ થાય છે (શરમ અનુભવાય) કે, તને આપવા માટે મારી પાસે કંઈ જ નથી.” સોનેરી હંસે કહ્યું, “ના, ના હું અહીં તમારી પાસેથી કંઈ લેવા નથી આવ્યો, ઉલ્ટાનું મારે તમને કંઇક આપવું છે. હું ઘણાં સમયથી જોઈ રહ્યો છું કે તમે કેટલી મુશ્કેલીમાં જીવન વિતાવી રહ્યા છો. હું તમને મારું આ સોનેરી પીંછું આપવા માંગું છું તમે એ બજારમાં વેંચશો તો તમને તેના પૈસા મળશે અને તમારી થોડી મદદ થઇ જશે.”

સોનેરી હંસના સોનેરી પીંછા ખેંચતી લાલચુ સ્ત્રી અને પીંછા કાળા થતાં ડઘાઈ ગયેલી દીકરીઓનું વોટરકલર ચિત્ર

ગરીબ સ્ત્રી અને તેની દીકરીઓ તો આ ભલા હંસની વાત સાંભળી દંગ રહી ગયા. સોનેરી હંસ તેઓને પોતાનું એક પીંછું આપી, ત્યાંથી ઉડી ગયો.
હવે તો જાણે આ એક ક્રમ બની ગયો કે, જયારે પણ આ પરિવારને કંઈ જરૂર પડતી તો, હંસ તેનું એક સોનેરી પીંછું તેમને આપતો અને એ વેંચી જે પૈસા મળતા તેમાંથી આરામથી તેમનું ગુજરાન ચાલતું. આમ, સોનેરી પીંછા વેંચી તેઓ પોતાને માટે સુખ-સગવડો ખરીદતા રહ્યા.

હવે, પેલું કહે છે ને કે, સુથારનું મન બાવળિયે એમ આખી જીંદગી અગવડમાં રહેલી એ સ્ત્રીનાં મનમાં લાલચ જાગી. તેને લાગવા માંડ્યું કે, જો આ સોનેરી હંસ અહીંથી બીજે જતો રહે તો, અમારું શું થશે? એક દિવસ તેણે પોતાની દીકરીઓને કહ્યું, “આપણે જીવનમાં ખુબ ખરાબ સમય જોયો છે અને હું નથી ઈચ્છતી કે આપણે ફરી ક્યારેય ગરીબીના એ દિવસો જોવા પડે.
સોનેરી હંસ આપણા માટે એક વરદાન બનીને આવ્યો છે પણ, જો એ આપણને પીંછા આપવાનું બંધ કરી દે તો? કે પછી એ આ સરોવર છોડીને બીજે રહેવા જતો રહે તો? ના રે ના, મારે ફરીથી ગરીબ બનીને નથી જીવવું. મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે, આપણે જલ્દીથી હંસનાં બધા જ સોનેરી પીંછા લઇ લેવા જોઈએ.”

બંને દીકરીઓનો સ્વભાવ સારો હતો, તેમને આ વાત યોગ્ય ન લાગી. તેમણે તેમની માને સમજાવતા કહ્યું, “ના મા, આપણે એવું ન કરવું જોઈએ. તેનાથી તો હંસને ખુબ દુઃખ થશે. જેણે મુશ્કેલીનાં સમયમાં આપણી મદદ કરી તેની સાથે આપણે દગો કઈ રીતે કરી શકીએ?”

પરંતુ, દુષ્ટ માતાએ દીકરીઓની વાત ન માની. તેણે મનમાં નક્કી કરી જ લીધેલું કે, હવે જયારે હંસ તેમને મળવા આવે ત્યારે એ તેનાં બધા જ પીંછા છીનવી લેશે. એક દિવસ હંસ રાબેતા મુજબ આ પરિવારને મળવા આવ્યો. પહેલાથી જ મનમાં નક્કી કરી ચુકેલી સ્ત્રીએ સોનેરી હંસને પકડી લીધો અને ક્રુરતાપૂર્વક તેનાં બધા પીંછા ખેંચી કાઢ્યા. બિચારો સોનેરી હંસ પીડાથી કણસવા લાગ્યો. સ્ત્રી તો આટલા બધા સોનેરી પીંછા જોઇને હરખાઈ ગઈ. પણ આ શું? સોનેરી પીંછાનો રંગ તો બદલાવા લાગ્યો. થોડી જ વારમાં સુંદર, ચમકતા સોનેરી પીંછા કાળા, ડરામણા પીંછા બની ગયા. લાલચી, દુષ્ટ સ્ત્રી અને તેની દીકરીઓ આ જોઇને ડઘાઈ જ ગઈ.

દુખી થઇ ગયેલા સોનેરી હંસે કહ્યું, “હે કપટી સ્ત્રી, તેં આ શું કર્યું? મેં હંમેશા તારી મદદ કરી અને તેં મને મારી નાખવાની કોશિશ કરી? અત્યાર સુધી મેં ખુશીથી તને મારા સોનેરી પીંછા આપ્યા પણ, હવેથી હું તારી મદદ નહીં કરું. તેં છળથી છીનવી લીધેલા પીંછા હવેથી કોઈ કામનાં નહીં રહે. એ હવે કોઈ સાધારણ પીંછાથી વિશેષ કિંમતી નથી રહ્યા. આજથી હું આ સરોવર છોડીને જઈ રહ્યો છું. હું અહીં કદી પાછો નહીં ફરું.” આમ કહી હંસ સરરરર કરતો દૂર ઉડી ગયો.

સ્ત્રી અને તેની દીકરીઓને પોતાનાં કર્યા પર ખુબ પસ્તાવો થયો અને ત્રણેય જે થયું તે બદલ અફસોસ કરવા લાગી. પણ, હવે તો આખી વાત હાથમાંથી નીકળી ગયેલી. હંસને દૂર જતો જોવા સિવાય ત્રણેય પાસે કોઈ ઉપાય ન હતો.

બોધ

અતિ લાલચ વિનાશ નોતરે છે. જે વ્યક્તિ બીજાની મદદ અને સ્વાભાવિક દયાનો અનાદર કરીને લાલચવશ બધું જ પચાવી પાડવાનો પ્રયત્ન કરે છે, તે છેવટે પોતાનું બધું જ ગુમાવી બેસે છે.

The End.

I found this wonderful collection of Gujarati Jatak Katha for you.

આ વાર્તા અલગ પાને વાંચો →

Unlock your PDF

Enter your email to download this whole collection as one PDF. We'll also send you updates when we publish new stories.

Some links on this page are affiliate links. If you buy through them, this site may earn a commission at no extra cost to you.